વાડીના નિયમો

શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ


વાડી ફાઈનલ બુકીંગના સામાન્ય નિયમો તથા અગ્રતા ક્રમાંક માટેનું ટેબલ

 કેટેગરી  કેટેગરીની વિગત  પ્રસંગની વિગત  બુકીંગ ક્યારે થઇ શકે પ્રસંગ પહેલાના  દિવસ  ફાઈનલ ડીપોઝીટ  ભરવાનો સમય  પ્રસંગ પહેલાના  દિવસ  અગ્રતા ક્રમાંક
‘એ’ ઈ.સ. ૨૦૦૩ની વસ્તી ગણતરી મુજબના મુળ જામનગરના બહાર ગામ વસતા સ્થાનિક જ્ઞાતિજનો

૧. લગ્ન પ્રસંગ

૨. અન્ય પ્રસંગ

સમય મર્યાદા નથી પ્રસંગ પહેલાના ૯૦ દિવસ દરમ્યાન

૬૦-દિવસ

૬૦-દિવસ
પ્રાથમિકતાના ધોરણે
‘બી’ તા. ૩૧-૧૨-૧૯૯૭ બાદ કેટેગરી એ સિવાયના જામનગરમાં વસતા જ્ઞાતિજનો

૧. લગ્ન પ્રસંગ

૨. અન્ય પ્રસંગ

પ્રસંગના ૯૦ દિવસ દરમ્યાન
૬૦ દિવસ

૬૦-દિવસ

૬૦-દિવસ
દ્વિતીય ક્રમાંક ના ધોરણે
‘સી’ જામનગરના મુળ વતની ન હોય પરંતુ બહારગામથી પ્રસંગ ઉજવવા આવેલ જ્ઞાતિજનો તેમજ ઈતર સમાજ

૧. લગ્ન પ્રસંગ

૨. અન્ય પ્રસંગ

૬૦- દિવસ

૬૦- દિવસ

૬૦- દિવસ
૬૦- દિવસ

તૃતિય ક્રમાંક ના ધોરણે
‘ડી’ જ્ઞાતિનો પારિવારિક પ્રસંગ (એકજ અટક ધરાવતાનો સમૂહ) કોઇપણ ૩૦- દિવસ ૩૦- દિવસ ચતુર્થ ક્રમાંક ના ધોરણે
‘ઈ’ અન્ય કોઇપણ ધાર્મિક સંસ્થાઓ કોઇપણ ૬૦- દિવસ ૬૦- દિવસ પાંચમા ક્રમે
‘એફ’ સ્થાનિક જ્ઞાતિ સમાજના મંડળ, જ્ઞાતિ મિત્રોનો સમૂહ, અન્ય સેવાકીય સંસ્થા મિટીંગ, રોગ નિદાન ઉત્સવો, ઇનામ વિતરણ વિગેરે ૬૦- દિવસ ૬૦- દિવસ વ્હેલા તે પહેલાના ધોરણે
‘જી’ સ્થાનિક જ્ઞાતિ સમાજ ઈતરજ્ઞાતિ સમાજ

શ્રીમદ્ ભાગવત કથા

શ્રીમદ્ ભાગવત કથા
સમય મર્યાદા વગર ચાર માસ

૬૦- દિવસ

૬૦- દિવસ

પ્રથમ ક્રમાંક

દ્વિતીય ક્રમાંક
‘એચ’ શ્રીમાળી સોની સમાજના તમામ જ્ઞાતિજનો (૭૫ માણસો સુધીનો જમણવાર) ૭૫-સેટ આપવામાં આવશે. વાડી ખાલી હોય ત્યારે બહેનો દીકરીઓના જમણવાર પ્રસંગની તારીખ પહેલાના દિવસ-૧૦ દરમ્યાન જગ્યાની ઉપલબ્ધિ મુજબ બુકીંગ વખતે વહેલા તે પહેલાના ધોરણે
‘આઈ’ શ્રીમાળી સોની સમાજના તમામ જ્ઞાતિજનો સારવાર અર્થે આવતા દર્દીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ,     જગ્યાની ઉપલબ્ધિ મુજબ

સ્પષ્ટતા: (ચોખવટ):

(૧) કેટેગરી ‘એ’ વાળી સ્થાનિક જ્ઞાતિ સમાજની વ્યકિત એટલે કે ઈ.સ. ૨૦૦૩ માં કરવામાં આવેલ સ્થાનિક સમાજની વસ્તી ગણતરી તેમજ મતદાર યાદી મુજબ જેઓનો તેમાં સમાવેશ થતો હોય તેવા (તથા તેના વંશજો) સ્થાનિક જ્ઞાતિજનો આ કેટેગરીમાં ગણવામાં આવે છે.

(૨) કેટેગરી ‘બી’ વાળી વ્યકિત એટલે કે તા. ૩૧-૧૨-૧૯૯૭ બાદ અન્ય ગામ કે શહેરમાંથી જામનગરમાં આવી વસવાટ કરતાં જ્ઞાતિજનો કે જેઓનો સમાવેશ ઈ.સ. ૨૦૦૩ની વસ્તી ગણતરીમાં કરાયેલ નથી.

(3) કેટેગરી ‘એચ’ માં લગ્ન, સીમંત, વાસ્તુ કે દહાડા જેવા પ્રસંગોનો સમાવેશ થતો નથી. આ અંગે પ્રમુખ તથા વાડી મંત્રીનો નિર્ણય આખરી ગણવામાં આવશે.

વાડીમાં ઉપલબ્ધ સગવડતાઓ
આ વાડીમાં કુલ ૬ (છ) વિભાગો છે અને નીચેની વિગતે સગવડતાઓનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એક કમ્પાઉન્ડ છે, તેમજ બારમાસિક કુવો એક જેની જેની ઉંડાઈ આશરે ૫૦ ફૂટ છે. તે અંગેનો એક જૂનો શિલાલેખ કુવાની નજીક ઉપલબ્ધ છે.

 વિભાગ  ડાઈનીંગ લોબી  રસોડા  રૂમ્સ

 ગ્રાઉન્ડ ફ્લોર

 વિભાગ નં. ૧ તથા ૨
 ૨  રસોડા-૨ તથા સ્ટોર રૂમ  ૩+૩

 ફસ્ટૅ ફ્લોર

 વિભાગ નં. ૩ તથા ૪
 ૨  રસોડા-૨ તથા સ્ટોર રૂમ  વિ. નં. ૩માં નાનો હોલ તથા રૂમ તેમજ વિ. નં. ૪માં ૨+૧ રૂમ તથા મધ્યમાં મોટો મીડલ હોલ

 સેકન્ડ ફ્લોર

 વિભાગ નં. ૫
 ૧  રસોડુ તથા સ્ટોર રૂમ  કુલ રૂમ-૪
 વિભાગ નં. ૬  ૧  રસોડા માટેનો રૂમ  સ્મૃતિ હોલ ૧

સેકન્ડ ફ્લોર ઉપર અગાસી સીડી રૂમ્સ તથા પાણીના ટાંકા આવેલ છે.
સેનેટરી બ્લોક : દરેક વિભાગ માટે સંડાસ તેમજ બાથરૂમની પુરતી સગવડતાઓ સાથેના સેનેટરી બ્લોકસ આવેલ છે.

અન્ય સગવડતાઓ
(૧) વેલવેટ તેમજ ફેન્સી-મંડપ
(૨) મંડપ સમીયાણો
(૩) વર-કન્યા માટે લક્ઝરી સોફાસેટ
(૪) વર-કન્યાઓ માટે ગોલ્ડન ચેર્સ
(૫) વર-કન્યા માટે સ્ટીલ ચેર્સ
(૬) વર-કન્યા માટે શંખેડા ચેર્સ
(૭) પીવીસી ચેર્સ
(૮) સ્ટેજ વ્યવસ્થા તથા ડેકોરેશન
(૯) એરકુલર
(૧૦) પેડેસ્ટલ ફેન
(૧૧) સાઉન્ડ સિસ્ટમ
(૧૨) પાથરણા તેમજ જાજમ
(૧૩) જનરેટર
(૧૪) દરેક રસોડામાં ગેસ માટે લાઈન ફીટીંગ
(૧૫) રસોઈ તેમજ પીરસવાના, જમવાના વાસણો
(૧૬) મેલામાઈન ડીનર સેટસ
(૧૭) નાસ્તાની ડીશ
(૧૮) ચાના થર્મોસ કીટલા
(૧૯) ડાયનીંગ ટેબલ
(૨૦) કાઉન્ટર ટેબલ

દરેક વિભાગ માટે ઉપરોક્ત પુરતી સગવડતાઓ ઉપલબ્ધ છે.